ગુવાહાટી: આસામના ગુવાહાટી શહેરથી લગભગ 465 કિમી દૂર આવેલા ડિબ્રુગઢ જિલ્લાનો છાબુઆ વિસ્તાર હાલ પુરની ચપેટમાં છે. આસામમાં ઉનાળાની સિઝનમાં પહેલીવાર પુર આવ્યું છે. આ પુરની ચપેટમાં આસામના મુખ્યમંત્રી સર્વાનન્દ સોનોવાલનું પૈતૃક ગામ છાબુઆ આવી ગયું છે. ઉપરી આસામના ડિબ્રુગઢ અને અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદના કારણે બ્રહ્મપુત્રનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. જળસ્તર વધવાના કારણે ડિબ્રુગઢનો છાબુઆ વિસ્તાર સંપૂર્ણ રીતે પૂરની ચપેટમાં આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પિત્રોડાના નિવેદનને રાહુલ ગાંધીએ શરમજનક ગણાવતા PM મોદીએ કર્યો કટાક્ષ


ખેડૂતોનો સેંકડો હેક્ટરમાં ઊભેલો પાક બરબાદ થઈ ગયો છે. પુરથી 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું કહેવાય છે. ગામના લોકો પશુઓને લઈને ઊંચી જગ્યાઓ પર શરણ લેવા મજબુર થઈ રહ્યાં છે. સેંકડો લોકો ડિબ્રુગઢ શહેર તરફ પલાયન કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...